(N/A) મેન્ડેલિયન વિકૃતિઓ મુખ્યત્વે એક જ જનીનમાં ફેરફાર અથવા વિકૃતિ (mutation) દ્વારા નક્કી થાય છે. આ વિકૃતિઓ વારસાના સિદ્ધાંતો મુજબ સંતતિમાં વહન પામે છે.
આવી મેન્ડેલિયન વિકૃતિઓની આનુવંશિકતાની ભાત (pattern) વંશાવળી પૃથ્થકરણ (pedigree analysis) દ્વારા પરિવારમાં શોધી શકાય છે.
સૌથી સામાન્ય અને પ્રચલિત મેન્ડેલિયન વિકૃતિઓ હિમોફિલિયા,સિસ્ટિક ફાઇબ્રોસિસ,સિકલ-સેલ એનિમિયા,વર્ણાંધતા,ફિનાઇલકીટોન્યુરિયા,થેલેસેમિયા વગેરે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવી મેન્ડેલિયન વિકૃતિઓ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોઈ શકે છે.
વંશાવળી પૃથ્થકરણ દ્વારા કોઈ સરળતાથી સમજી શકે છે કે પ્રશ્ન હેઠળનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તેવી જ રીતે,લક્ષણ લિંગી રંગસૂત્ર સાથે પણ જોડાયેલું હોઈ શકે છે,જેમ કે હિમોફિલિયાના કિસ્સામાં જોવા મળે છે.
તે સ્પષ્ટ છે કે આ $X$-લિંગી પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિમાં વહન દર્શાવે છે. પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો માટેની પ્રતિનિધિ વંશાવળી આકૃતિમાં દર્શાવેલ છે.